શું તમે છેલ્લા ૧૫ દિવસમાં તમે નીરખીને કપાસના છોડનું નીરીક્ષણ કર્યું ? કપાસના ફૂલોમાં નજર કરી ? આપણે ખેતરે આંટો પણ મારવો નથી ને કપાસના મણીકા પકવવા છે ! આવું હવે નહિ ચાલે! ગુલાબી ઈયળ આવી તે પહેલા લીલી ઈયળ, લશ્કરી ઈયળ, થ્રીપ્સ, કથીરી, કપાસનું લાલ થઇ જવું. વગેરે કેટકેટલા પ્રશ્નો આવ્યા હતા તે બધા સામે આપણે સામુહિક પગલા લઈને સાચી અને ભલામણ કરેલી સાચી દવાઓ, ફૂગનાશકો, ખાતરો વાપરીને વિજય મેળવેલો જ છે. ગુલાબીથી ડરી જવાની જરૂર નથી. અવલોકન કરવાની જરૂર છે. આજે જ ખેતરમાં આંટો મારો, જો ગુલાબી ઈયળ આવી ગઈ છે તો છંટકાવ શરુ કરો.
બીજાને પ્રોત્સાહિત કરો, ડરાવો નહિ.
સમજી લ્યો કે, ગુલાબી ઈયળ નીયંત્રણ માટે અત્યારે ગુલાબી ઈયળની લ્યુર વાળા વીઘે ૪ ફેરોમોન ટ્રેપ મુકો, ફેરોમોન ટ્રેપમાં ભૂખરા રંગના નાનકડા ઝાલરવાળી પાંખોવાળા ફૂદા પકડાતા રહે ત્યાં સુધી દર અઠવાડિયે નીચેની દવા ( સારી કંપનીની લેજો) છાંટવાનું શરું રાખો, એ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી, વાવણીમાં વાવેલા કપાસને ઓક્ટોબર સુધીમાં ફળફૂલ લગાડી દીધો તે ખેડૂતો લાભમાં છે. ફૂદાના નિયંત્રણ માટે વાડીએ લાઈટ ટ્રેપ ( પીળા બલ્બ)ની નીચે કેરોશીન અથવા ડીડીવીપી ના દ્રાવણ વાળું પહોળું વાસણ પણ રાખી શકાય. આ ઉપરાંત પીળા કલરના પ્લાસ્ટિક ઉપર ગમ લગાડેલું સ્ટીકી ટ્રેપ જે બજારમાં ક્રોપ ગાર્ડના નામે મળે છે તેનો ઉપયોગ કર્યો હોય તેવા મિત્રોનો અનુભવ જાણો અને ચુસીયા અને ફૂદા કેવા ચોટી જાય છે તે પૂછો.
ખેડૂતોને ખુબ જ ઉપયોગી એવો નિંદામણ નિયંત્રણ વિશેષાંક પ્રસિદ્ધ થઇ ચુક્યો છે.
જો તમારું લવાજમ પૂરું થઇ ગયું હોય તો આજે તમારું લવાજમ રીન્યુ કરાવી લેશો. કેમકે કૃષિ વિજ્ઞાનમાં હવેના જુન , જુલાઈ, ઓગસ્ટ મહિનાના અંક પાક સંરક્ષણ વિશેષાંક પ્રસિદ્ધ થવાના છે
લવાજમ ભરવા નીચે આપેલ લીંક ઉપર ક્લિક કરી ભરી શકો છો લવાજમ ભર્યા બાદ તમારું નામ અને સરનામું અમોને ફોન દ્વારા અથવા વોટ્સઅપ દ્વારા ૯૮૨૫૨૨૯૯૬૬ ઉપર જણાવવા વિનંતી.