Sunday, November 11, 2018

ખેતીના ટૂંકા સમાચાર આપતું એક માત્ર એન્ડ્રોઇડ એપ એગ્રી મોજો ડાઉનલોડ કરો
ખેતીના ટૂંકા સમાચાર આપતું એગ્રી મોજો  એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો અને મેળવો ખેતી વિશેની દરેક માહિતી તમારા મોબાઈલમાં.

  


એપ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

Friday, July 27, 2018


કપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર  ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી


અમે ગુલાબી ઈયળ માત્ર કપાસના પાકમાં આવતી અડધા ઈંચની સાવ નાનકડી ઈયળ છીએ જે સાવ નાનકડી હોય છે ત્યારે ભુખરા રંગના માથાવાળી એકદમ ટચુકડી હોય છે. મોટી થતા થતા ખાલી અડધા ઈંચની થાય છે. પુખ્ત બનતા તેના ઉપર ગુલાબી પટ્ટી થાય છે કપાસના જીંડવાને કાતરતી કાતરતી અડધા ઈંચની આ ઈયળ તમને સૌને ખુલ્લમ ખુલ્લા ચેલેન્જ કરે છે કે તમે મનુષ્યો ભલે ભારે અક્કલવાળા ગણાવ પણ તમારે જ હવે વિચારવાનું છે કે તમારામાં કેટલી બુદ્ધિ છે. 

અમે ગુલાબી ઈયળ કિટક સમુદાયની લેપીડોપ્ટેરા ગૃપની ગેલેચીડાઈ કુટુંબ માંથી આવેલી પેકટીનોફોરા ગોસીફીએલા વૈજ્ઞાનિક નામ ધરાવતી ઈયળને અંગ્રેજીમાં પીંક બોલવર્મ કહે છે અને તમે બધા અમને ગુલાબી ઈયળ તરીકે ઓળખો છો.   


ગુલાબી ઈયળનો આખો સમાજ કૃષિ વૈજ્ઞાનિકો ઉપર હસી રહ્યો છે. અમારું વતન એશીયા ગણાય છે અમો સૌ પ્રથમ ઈસ્ટર્ન ઈન્ડીયન ઓશન રીજીયનમાં  દેખા દીધેલી પછી ૧૯૧૭માં અમે અમેેરીકાના ટેકસાસમાં દરીયાની સ્ટીમરો મારફત અમે મેકસીકો સુધી પહોંચેલા છીએ. તમે અમને કયાં કયાં મારશો, થાકી જાશો.  
અમે માત્ર કપાસ ઉપર જીવીએ છીએ તે પણ તમને મંજુર નથી !


અને કપાસ ખાવાના અમારા હક્ક ઉપર તરાપ મારવા તમે જાતજાતની જંતુનાશકો બનાવી અધુરામાં પુરુ તમે સિન્થેટીક પાયરેથ્રોઈડ જેવી દવાઓ દ્વારા અમને મારવાની લાયમાં પર્યાવરણને નુકશાન કરવામાં કંઈ બાકી રાખ્યું નથી.  ડીડીટી જેવી ઝહેરીલી દવા બંધ થઈ ગઈ તેને બનાવતી કંપની પણ બંધ થઈ ગઈ તેમ છતા તેના નુકશાનકારક અસરથી હજી વિશ્વનો કોઈ દેશ મુકત નથી તોય તમે સમજતા નથી અને છેલ્લે તમે તો અમારુ નિકંંદન નીકળી જાય તે માટે બીટી ટેકનોલોજી લાવ્યા. 
પણ તમે યાદ રાખજો કે અમે આ ધરતી ઉપર હંમેશા રહેવાના અમારી બહેનો લીલીબેન , કાબરી બેન, લશ્કરી બેન પણ અમારી જેમ પ્રતિકારકતા કેળવવા અત્યારે  અથાક મહેનત કરી જ રહી છે. તે પણ આવતા વર્ષોમાં શક્તિ કેળવી લેશે. ત્યારે તમને ખબર પડશે અને તમારા મોઢા ફાટયા રહેશે. 
અમને સીન્થેટીક પાયરેથ્રોઈડ ગૃપની દવાથી બહુ બીક લાગે છે. ઈ  તમે જાણી ગયા છો અને બીજુ ખેતરે ખેતરે અમારા ભાયડાને પકડવા ઓલ્યા ફુગાવાળા પીંજરા (ફેરોમોન ટ્રેપ) મૂકો છો ને વળી માદાની સુગંધવાળી ટ્‌યુબના ટપકા મૂકો છો અમારા ભાયડા અમારી માદાની સુગંધ ભાળીને ભલે ગલોટીયા મારી જાય તેવુંં તમે કર્યુુ અને બેવેરીયા બેસીયાના ફુગને પણ  અમારી પાછળ છોડી પણ એમ કાંઈ અમે લીલી-કાબરી-લશ્કરી નથી તે તમે સમજી લેજો. અમે છીએ ઈયળના આખા સમાજની સૌથી રીઢી જાત ગુલાબી ઈયળ. 
અમારું નામ છે... પીંક ગૌરી ગુલાબ ચંદ્ર લાલગુલાબી અમે એમ કાંઈ તમારા વિસ્તારમાંથી જવાના નથી, તમે જયાં સુધી કપાસ વાવશો ત્યાં સુધી અમે તમારા વિસ્તારમાં રહેવાના ને રહેવાના. તમે અમને જીંડવામાં ગરતા પહેલા જો મારી શકો તો મારો નહિત્તર  એકવાર અમે જીંડવામાં ગરી જાય પછી તમારા જેવા પામર મનુષ્યનું કાંઈ ન આવે 
થાઈ ઈ કરી લેજો, તમને સૌને જાહેર ચેલેન્જ કરીએ છીએ. આ વર્ષે જો તમે વીધે ૩૦ મણ કપાસ  કરી બતાવો તો સાચા ગણીએ. તમારી તેવડ કેટલી છે ઈ દીવાળીએ ખબર પડશે. જોજો રાતા પાણીએ રોવાનો વારો આવશે ત્યારે યાદ કરજો કે મેં શું કીધુ હતું. તમારા માંથી થોડાકે આ વર્ષે પ્રો-કોટન ચેલેન્જ લીધી છે તેટલાનો અમને ડર છે બાકી કપાસ વાવવા વાળા બધા ખેડૂતો કઈ સીન્થેટીક છાંટી શકવાના નથી ઈ અમને ખબર છે. 
લી. 
જય ભલ્લાલમલાલ, 
પીંક ગૌરી ગુલાબચંદ્ર લાલગુલાબી,
ગુલાબી ઈયળ સંગઠનના પરમુખની જાહેર ચેતવણી


- કૃષિ શિક્ષણ શ્રેણી કૃષિ વિજ્ઞાન દ્વારા. 

કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.  

@સાભાર કૃષિ વિજ્ઞાન

ચિત્ર પ્રતીકાત્મક છે -  માહિતી સંકલિત કરેલ છે. 


Tuesday, July 24, 2018

 
ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી !

જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીરખીને કપાસના છોડનું નીરીક્ષણ કર્યું ?  કપાસના ફૂલોમાં નજર કરી ? રોઝેટેડ ફૂલ દેખાય તો તોડીને બાળી દો. આપણે ખેતરે  આંટો પણ મારવો નથી ને કપાસના મણીકા પકવવા છે !આવું હવે નહિ ચાલે! ગુલાબી ઈયળ આવી તે પહેલા લીલી ઈયળ, લશ્કરી ઈયળ, થ્રીપ્સ, કથીરી, કપાસનું લાલ થઇ જવું.  વગેરે કેટકેટલા પ્રશ્નો આવ્યા હતા તે બધા સામે આપણે સામુહિક પગલા લઈને સાચી અને ભલામણ કરેલી સાચી દવાઓ, ફૂગનાશકો, ખાતરો વાપરીને વિજય મેળવેલો જ છે. ગુલાબીથી ડરી જવાની જરૂર નથી. અવલોકન કરવાની જરૂર છે. આજેજ ખેતરમાં આંટો મારો, જો ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢીના ફૂદા વાંકાનેર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. વહેલા વાવેતર વાળા ખેડૂતો ઉઠો જાગો અને અવલોકન કરો. ફેરોમોન ટ્રેપ ગોઠવી તમારા વાડી વિસ્તારમાં ફૂડની પ્રવૃત્તિને રોજ આંટો મારી જોવાનું શરુ કરો અને છંટકાવ શરુ કરો.   


બીજાને પ્રોત્સાહિત કરો, ડરાવો નહિ. 

સમજી લ્યો કે, ગુલાબી ઈયળ નીયંત્રણ માટે  અત્યારે ગુલાબી ઈયળની લ્યુર વાળા વીઘે ૪ ફેરોમોન ટ્રેપ મુકો, ફેરોમોન ટ્રેપમાં ભૂખરા રંગના નાનકડા ઝાલરવાળી પાંખોવાળા ફૂદા પકડાતા રહે ત્યાં સુધી દર અઠવાડિયે નીચેની દવા ( સારી કંપનીની લેજો)  છાંટવાનું શરું રાખો, એ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી, વાવણીમાં વાવેલા કપાસને ઓક્ટોબર સુધીમાં ફળફૂલ લગાડી દીધો તે ખેડૂતો  લાભમાં રહેશે. ફૂદાના નિયંત્રણ માટે વાડીએ લાઈટ ટ્રેપ ( પીળા બલ્બ)ની નીચે કેરોસીન અથવા ડીડીવીપી ના દ્રાવણ વાળું પહોળું વાસણ પણ રાખી શકાય.  આ ઉપરાંત પીળા કલરના પ્લાસ્ટિક ઉપર ગમ લગાડેલું સ્ટીકી ટ્રેપ જે બજારમાં ક્રોપ ગાર્ડના નામે મળે છે તેનો પણ ઉપયોગ કરો ચુસીયા અને ફૂદા પીળા પતાકડાના  ગુંદર ઉપર  કેવા ચોટી જાય છે તે જુઓ.

૧. પહેલો છંટકાવ : એમાંમેક્ટીન + ડીડીવીપી  

૨.  બીજો છંટકાવ : લેમડાસાયલોથ્રીન + ડીડીવીપી

૩.ત્રીજો છંટકાવ : ડેલ્ટામેથ્રીન +ડીડીવીપી


કૃષિ વિજ્ઞાન : ગુલાબી ઈયળની વધુ માહિતી માટે કૃષિવિજ્ઞાન ફેસબુક લાઈક કરો. જેથી રોજ તમને અપડેટ મળશે. 

તમારા  ખેતરમાં આવેલી  ગુલાબી ઈયળના ફોટા મોકલો  ફેસબુકમાં અપલોડ કરો અને કઈ દવાનું સૌથી સારું પરિણામ મળ્યું તે આપણા અન્ય મિત્રોને પણ જણાવો


કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.  

@સાભાર કૃષિ વિજ્ઞાન
ચિત્ર પ્રતીકાત્મક છે -  માહિતી સંકલિત કરેલ છે. 

Saturday, July 21, 2018

મરચીમાં આવતો રોગ ફાયટોપ્થોરા બ્લાઈટ

મરચીની ખેતી પાળા  ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે.  મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ  પ્રકારના બેક્ટેરિયા, એક નીમેટોડ અને ૬ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહે છે. મરચીમાં આ રોગથી ખુબ મોટું નુકશાન થાય છે. ડમ્પિંગ ઓફ સિવાય ફાયટોપ્થોરાથી પણ ખુબ મોટું નુકશાન થાય છે 


૧.  ડમ્પિંગ ઓફ   (વાંચવા અહી ક્લિક કરો)

૨. ફાયટોપથોરા બ્લાઈટ :  મરચીના પાકમાં જોવા મળતો આ રોગ સૌથી નુકશાનકારક રોગ  છે જેને ફાયટોપ્થોરા બ્લાઈટ કહે છે 


ફાયટોપથોરા બ્લાઈટ એટલે સુકારો જે ફાયટોપથોરા ફૂગના લીધે થાય છે. ઉપદ્રવિત છોડના મૂળ, થડ, પાન, ફળ ઉપર કાળો ડાઘ પડે છે, છોડ ઉભો સુકાય છે, પાંદડા પર પહેલા ડાર્ક ગ્રીન ડાઘ પડે છે પછી તે મોટા થાય છે. ફળ ઉપર ઘાટા ડાઘ પડે, પાણી પોચા થાય, સફેદ ફૂગના સ્પોર જોવા મળે, પાન ખરી પડે છે.  પાણી જે તરફ વહેતું હોય તે તરફ રોગ આગળ વધતો દેખાઈ છે. 

શું કરવું ? 

વાતાવરણ માં સતત ભેજ હોય, પાણી ભરાય રહેતું હોય, પાણી સાથે રોગ આગળ વધતો દેખાતો હોય , બાજુના ખેતરમાં રોગ હોય અને વરસાદનું પાણી ત્યાંથી તમારા ખેતરમાં આવે તો તમારા ખેતરમાં પણ રોગ આગળ વધે છે.... ૨૪ સેન્ટીગ્રેડ થી ૩૩ સેન્ટીગ્રેડ વાળા હવામાનમાં આ રોગ વધુ ફેલાય, તમારા ચંપલ અને ખેતીના સાધનો સાથે આ રોગના જીવાણું ચોટીને પણ તમારા ખેતરમાં આ રોગ આગળ વધી શકે. 

નીચેની દવાનું ડ્રેન્ચિંગ કરો. 
 1. એલીએટ ૩૫ ગ્રામ/પંપ                     અથવા 
 2. પ્રોફીલર ૩૫ ગ્રામ / પંપ                    અથવા 
 3. મેલોડી ડુઓ  ૫૦ ગ્રામ / પંપ             અથવા 
 4. ઇન્વેકશન ૨૫/પંપ                           અથવા
 5. રીડોમિલ ગોલ્ડ  ૫૦ ગ્રામ / પંપ 

કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.  

@સાભાર કૃષિ વિજ્ઞાન

ચિત્ર પ્રતીકાત્મક છે -  માહિતી સંકલિત કરેલ છે. 

મરચીમાં આવતો રોગ ડમ્પિંગ ઓફ

મરચીની ખેતી પાળા  ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે.  મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ  પ્રકારના બેક્ટેરિયા, એક નીમેટોડ અને ૬ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહે છે. મરચીમાં આ રોગથી ખુબ મોટું નુકશાન થાય છે. ડમ્પિંગ ઓફ સિવાય ફાયટોપ્થોરાથી પણ ખુબ મોટું નુકશાન થાય છે તેની વાત હવે પછી કરીશું. ચોમાસું બેસતા જ મરચીના પાકમાં શું કરવું ? 


૧.  ડમ્પિંગ ઓફ


આને ઉગતો સુકારો કહે છે. જે પિથીયમ, રાઈઝેકટોનીયા અથવા ફ્યુંઝેરીયમના બીજાણું દ્વારા ફેલાય છે આ રોગ પાણી ભરાય રહે તેવી જગ્યામાં ખાસ જોવા મળે છે. આ રોગ રોપના ક્યારામાં કે ફેરરોપણી પછી તરત પહેલા વરસાદના લીધે ફેલાય છે. રોપ સારી જગ્યાએ કરો , પાણી ભરાય ન રહે તે ખાસ જુઓ, 

શું કરવું ? 

 1. બાવીસ્ટીન + એલીએટ ૩૦ ગ્રામ/પંપ     અથવા 
 2. રીડોમિલ ગોલ્ડ ૨૫ ગ્રામ / પંપ               અથવા 
 3. હેક્ઝાકોનાઝોલ ૨૫ ગ્રામ / પંપ             અથવા 
 4. વેલીડામાયસીનનું થડે થડે ડ્રેન્ચિંગ કરો. 

કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.  

@સાભાર કૃષિ વિજ્ઞાન

ચિત્ર પ્રતીકાત્મક છે -  માહિતી સંકલિત કરેલ છે. 

એરંડાની ખેતી શા માટે સારી છે ?

એરંડાની ખેતી શા માટે સારી છે તેની વાત કરીએ તો એરંડાની પેદાશોમાંથી સેબાસીસ એસીડ, અન્ય એસીડ, ડીહાઈડ્રેટ કરેલું એરંડાનું તેલ, એરંડાનો વેક્ષ  વગેરે બને છે. આ બધી બનાવટો આખી દુનિયામાં આપણા ગુજરાતમાં પેદા થાય છે તેનું ગૌરવ ગુજરાત લઇ શકે છે. 

ખાસ કરીને આખા વિશ્વને એરંડાની પેદાશ પૂરી પાડવાનો યશ ગુજરાતના ખેડૂતોને જાય છે. એટલે કે ભારત એક માત્ર એવો દેશ છે કે જે આખા વિશ્વને એરંડાની પેદાશો પૂરી પાડે છે. ભારત ૨,૫૦,૦૦૦ ટન એરંડાના ઓઈલનું ઉત્પાદન કરે છે. તેમાં ગુજરાત, રાજસ્થાન અને આન્ધ્રપ્રદેશ મુખ્ય છે. જેમાંથી ગુજરાત મહત્વનું છે. મહેસાણા, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર અને કચ્છ  મુખ્ય છે.

આપણા સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો કચ્છ અત્યારે ખુબ જ આગળ વધ્યું છે. કચ્છમાં એરંડાનું વાવેતર  મોટા પાયે થાય છે અને ખેડૂતોને સારો લાભ મળે છે. એરંડાની ખેતી માટે એરંડા સંશોધન વૈજ્ઞાનિકનું કહેવું છે કે સૌરાષ્ટ્રમાં એરંડાની ખેતીમાં પરિણામો અને આવક મેળવી શકાય છે. એરંડાની વાવણી ઓગસ્ટના પ્રથમ પખવાડિયા માં કરવાની ભલામણ છે.

કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.  

@સાભાર કૃષિ વિજ્ઞાન

Tuesday, July 17, 2018

હવા માંથી નાઈટ્રોજન મેળવતા પાકો


વૈજ્ઞાનીકો આવતા રહેલા વર્ષો માટે ખેત ઉત્પાદન વધે તે માટે બાયો ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે.  બાયો ટેકનોલોજીના મીઠા ફળો આપણે કપાસના પાકમાં છેલ્લા ૧૨ વર્ષ સુધી લીધા છે. હવે પછી  આવનારા પાકો કંઈક આવા હશે. પાણીની ઓછી જરૂર પડે તેવા દુષ્કાળ પ્રતિકારક પાકો, કરોડો  ગરીબ દેશોને ભૂખમરાથી બચાવવા માટે ચોખામાં પણ પ્રોટીન મળે તેવા ગોલ્ડન રાઈસ, જેવી રીતે કઠોળ પાકોમાં મૂળમા રહેલા નાઈટ્રોજન ફીકસેશન બેકટેરીયા મૂળગંડીકા દ્વારા સહજીવી જીવન જીવીને છોડને હવામાનો નાઈટ્રોજન પૂરો પાડે છે.  તેવી જ રીત આવી મૂળ ગંડીકા બીજા પાકમાં પણ પેદા થાય તેવા બાયો ટેકનોલોજી પાકો હવે આવશે તો યુરીયા ની જરૂરીયાત કેટલી બધી ઘટી જશે... આવા છોડ હવામાંથી નાઈટ્રોજન મેળવી લેશે.

કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.  


@સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૧૭-૭+૨૦૧૮  

Friday, July 13, 2018

ઇન્ફોર્મેશન ઇસ પાવર
આ સૂત્ર ગુજરાત ના હજારો ખેડૂતોમાં કૃષિ વિજ્ઞાન માસિક દ્વારા વર્ષોથી  પ્રચલિત કરવામાં આવ્યું છે. માહિતી હોય તો પ્રગતી નિશ્ચિત છે. આજ સુધી આપણી પાસે  ખેતીનું સીમિત જ્ઞાન હતું તેથી વચેટિયાઓ દ્વારા ખેડૂતનું શોષણ થતું હતું. જ્ઞાન વગર ધંધો હોય કે ખેતી બધું જ પાછળ રહે છે. ખેતીમાં પણ વિજ્ઞાનનો યુગ આવી ગયો છે મોબાઈલ ટેકનોલોજીએ આપણા હાથમાં જ્ઞાનનો દરિયો ગુગલના માધ્યમથી મૂકી દીધો છે. આજ સુધી ગુલાબી ઈયળ માટે કઈ દવા છાંટવી કે કથીરી માટે કઈ દવા તે જાણ ન હતી કથીરી અને થ્રિપ્સની દવા જુદી કેમ તે ખબર ન હતી. અથવાતો વેપારી ઉપર નિર્ભર રહી તે જે આપે તે છાંટવું તેવો વિશ્વાસ રાખવો પડતો હતો. પરંતુ આ અજ્ઞાનનો લાભ તેણે ઘણા વર્ષો સુધી લઈને ભારોશાની ભેંશને પાડો આવ્યો તેવું કરતા રહ્યા, પરંતુ હવે "દુનિયા મેરી મુઠ્ઠીમે" સુત્ર સાચું થઇ ગયું. કૃષિ જ્ઞાન હાથવગું બની ગયું છે આજેજ મોબાઈલ એપ, યુટ્યુબ, વોટ્સઅપ કે ઈમેઈલ અને ગુગલના માધ્યમથી આપણી ખેતીની સમસ્યાનો ઉકેલ પળવારમાં મળે છે. ઘણા કૃષિ નિષ્ણાંતોના સંપર્ક રાખી શકાય છે. દુનિયા બદલી રહી છે. કૃષિ વિજ્ઞાન જેવા મેગેઝીનો હવે તેના બ્લોગ અને ફેશબુક પેઇઝમાં વાંચવા મળે છે. 
જમાનો બદલાયો છે જવાબ શું છે ? તે ખબર ન હોય તો ચાલે પણ પ્રશ્ન કરતા આવડે તે જીતી જાય છે. ગુગલ એટલે શું ? જેને સાચો પ્રશ્ન કરતા આવડે તે આ દુનિયામાં અગ્રેસર રહીને કહેશે કે ઇન્ફોર્મેશન ઇસ પાવર. 

કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.  


@સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૧૨-૭+૨૦૧૮  

Thursday, July 12, 2018

ખેતીમાં સેટેલાઈટ ઈમેજ

મોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બની ગયો છે. આજે ભારતના ખેડૂતો સ્માર્ટફોન વસાવીને પોતાની ખેતીના પ્રશ્નોની ચર્ચા ઈમેજ મોકલીને કરી રહ્યા છે. ટૂંકમાં હવે ઈમેજીસ નો જમાનો છે.ચિત્રનો જમાનો છે વિશ્વમાં અનેક દેશોમાં સેટેલાઈટ ઈમેજ દ્વારા ખેતીને વધુ ઉત્પાદન આપતી કરવા મદદ મળી રહી છે આપણે પણ વિશ્વથી પાછળ રહેવું હવે પાલવે તેવું નથી. ઈસરો આપણી મદદે આવ્યું છે. ઈસરો એટલે ઇન્ડીયન સ્પેશ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન અને નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર નજીકના વર્ષોમાં આપણને નીચા જણાવેલી સવલતો ના લાભ આપણા સુધી પહોચાડી શકે છે. 

 1.  ક્યાં પાકનું કેટલું વાવેતર દેશમાં સરકારને મળી શકશે. જેથી ઉત્પાદન અંગે પણ પહેલેથી અનુમાનો થઇ શકશે. 
 2. જમીનની માપણી અને તેને લગતા પત્રકો હવે સેટેલાઈટ ઈમેજ દ્વારા શક્ય બનશે. 
 3. આપણા ખેતી પાકોમાં ક્યાં પ્રદેશમાં ક્યાં રોગનું સંક્રમણ છે અને પાકમાં કઈ જીવાત  આવી છે તેનું પણ બુલેટીન બહાર પાડી શકાશે. 
 4. કમાંડ  એરિયામાં તળમાં પાણીના કેટલા સોર્સ છે અને તેનું અનુમાન પણ થઇ શકશે. 
 5. ક્યાં રાજ્યમાં ક્યાં પાકનું વાવેતર વધ્યું અને ખેડૂતો ક્યાં પાક તરફ વળ્યા છે તેનું અનુમાન શક્ય બનશે. 
 6. બાગાયત પાકોનો વાવેતર વિસ્તાર કેટલો છે તે જાણી શકાશે. 
 7. તમારા ખેતરમાં તમે કયો પાક કેટલો કયો છે તે સેટેલાઈટ ઈમેજ થી જાણી શકાશે. 
 8. ક્યાં વિસ્તારમાં દુષ્કાળની કેટલી અસર છે અને સવલતો ક્યાં પહોચાડવી તેનું નિર્દેશન મળશે. 
ટૂંકમાં ટેકનોલોજી આવી રહી છે કે અત્યારે જે રીતે અનુમાન કરીને કોઈ પાંચ જણાને પૂછીને કપાસનું વાવેતર આટલા લાખ હેક્ટરમાં થયું અને ઉત્પાદન આટલું થશે તે આંકડાઓ હવે સચોટ મળશે. વિદેશમાં ક્યાં વિસ્તારમાં મોલોમશીનો ઉપદ્રવ થયો છે તેનું એલર્ટ બુલેટીન બહાર પડે છે તેવું હવે ભારતમાં પણ શક્ય બનશે. 
www.nrsc.gov.in/agriculture 


કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.  @સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૧૨-૭+૨૦૧૮  

Wednesday, July 11, 2018

ઉત્પાદન વધારવાની અનોખી રીત

ચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આવું આપણે છેલ્લા બે વર્ષથી સાંભળીએ છીએ અને ધણા ખેડૂતોએ તે અંગે અખતરા પણ કર્યા છે.

ઘાટું વાવેતર અથવા તો એકર દીઠ મહત્તમ છોડ વાવવા એટલે કે હાઈ ડેન્સીટી પ્લાન્ટેશન (HDP) અથવાતો ઓપ્ટીમમ પ્લાન્ટ પોપ્યુલેશન (OPP) આ અખતરો પોતાના ખેતર ઉપર કરવો હોય તો મનમાં ઘણા પ્રશ્નો ઉદ્‌ભવે કે શું ગમે તે જમીનમાં ઘાટું વાવેતર થઈ શકે ? શું ગમે તે બોલગાર્ડ જાતને ઘાટા વાવેતર માટે ઉપયોગમાં લઈ શકાય ? બીનપિયત અને પિયત કઈ પરિસ્થિતિમાં ઘાટું વાવેતર સફળ નીવડે ? એકર દીઠ વધુ છોડ હોય ત્યારે પોષણ કેટલું વધુ આપવું જરૂરી અને એવી કઈ ખાસ ટેકનીક અપનાવવી જેથી ઉત્પાદન વધે ? ડુંખ કાપવી શા માટે ફરજીયાત અને છોડની વૃધ્ધિ સપ્રમાણ કરવા વૃદ્ધિ નિયંત્રકો  શા માટે છાંટવાના આવા અનેક પ્રશ્નો મનમાં આવે.
કપાસની ખેતીમાં આપણે પાક ઉત્પાદન વધારવું પડશે અને એ પણ ખાસ નવી ટેકનીક દ્વારા જેમાં પોતાના જ ખેતરમાં એકર દીઠ વધુ છોડ વાવીને સુર્ય પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરી જરૂરી પાક પોષણ અને માઈક્રોન્યુટ્રીયન્ટ નો સપ્રમાણ ઉપયોગ કરી એકરદીઠ ઉત્પાદન વધારી શકાય છે. ૩ x ૧ના વાવેતર કરો, ૩ ફૂટે ડુંખ કાપવી અને પોષણ અને માઈક્રોન્યુટ્રીયન્ટના છંટકાવ  દ્વારા ખૂબ જ આવકારદાયક પરિણામો મળે છે.
એક પ્રયોગમાં જોવા મળ્યું છે કે ૩ x ૧ ફુટના અંતરે કપાસનું વાવેતર કરેલ હતું ત્યાં  પ્રત્યેક ખેડૂતને છોડ દીઠ જીંડવાની સંખ્યા પરંપરાગત વાવેતર કરતા વધુ હતી. છોડની ડુંખ ૩ ફૂટે કાપી હતી અને માઈક્રોન્યુટ્રીયન્ટના છંટકાવ ઉપરાત વૃદ્ધિ નિયંત્રકના છંટકાવ  કર્યા હતા. છોડની ડુંખ છોડ ૩ ફુટનો થાય ત્યારે જ કાપી દેવામાં આવી હતી જેને વિધે છોડ સપ્રમાણ વિકસીત થયા હતા અને વધુ જીંડવા લાગ્યા હતા.

કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.  
@સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૧૦-૭+૨૦૧૮  

Tuesday, July 10, 2018

જમીન વગરની ખેતી


વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય નીમેટોડ નો ઉપદ્રવ વધતો  હતો અને કોકોપીટ અથવા નાળીયેરના છોતરામાં ખેતી થતી હતી તે કરતા પણ એક ડગલું આગળ હવે છોડને ફકત આધાર  આપીને નીચે પેંદા થતા મૂળને સીધો ખોરાક આપીને ખેતી થાય છે. ખેતીનું ઉત્પાદન વધારવા અને રોગો સામે રક્ષણ મેળવવા ગ્રાફટીંગ ટેકનોલોજીનો પણ શાકભાજીની ખેતીમા ંઆવિષ્કાર થયો છે. 

કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરો, કમેન્ટ કરજો અને શેર કરજો. 


@સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૯-૭+૨૦૧૮  
-   વર્ષ - ૪૩ અંક - ૫ જુન - ૨૦૧૭

Monday, July 9, 2018

નાની જીવાત મોટું નુકશાન

અમેરીકા જેવા દેશોમાં હમણાં સાયટ્રસ પાકો એટલે કે સંતરા, મોસંબી, લીંબુ પકવતા ખેડૂતો અને સરકાર એક નાનકડી જીવાત સામે રીતસર યુદ્ધના ધોરણે લડી રહ્યા હતા આ જીવાતનું નામ છે Asian Citrus psyllid (ACP) આ જીવાત સંતરા, લીંબુ વર્ગના પાકના ફળોને નુકશાન કરતા એલએલબી વાયરસને ફેલાવે છે. આ વાઈરસને લીધે ફળો લીલાને લીલા જ રહે છે  પાકતા નથી. આ ગ્રીન ફળોને  લીધે ભારે નુકશાની અમેરીકાના ખેડૂતોને થઈ રહી છે ત્યારે સરકારે યુદ્ધના ધોરણે આ  જીવાત માટે યોજના ધડી છે.  આખા દેશમાં જયા એસી૫ી નથી ત્યાં સાયટ્રસ ફળોની હેરફેર કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.  સરકારને અત્યાર સુધીમાં ૪૦૦ મીલીયન ડોલરનો ખર્ચ થઈ ચૂકયો છે જોયું એક નાનકડી જીવાત શું કરે શકે છે ?

કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. 


@સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૮-૭+૨૦૧૮ 
-   વર્ષ - ૪૩ અંક - ૫ જુન - ૨૦૧૭

Saturday, July 7, 2018

ઉત્પાદન વધારવું પડશે.
 

આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે કે જેમણે પ્રત્યેક  છોડ દીઠ વધુ ઉત્પાદન મેળવવાનું વિચાર્યું.   તમે જ વિચારો કપાસમાં આપણે ઉત્પાદન વધારવું પડશે તો ઉત્પાદન કેમ વધે ? જવાબ એ છે કે ભાવ સામે આપણે કદી જોવું નહિ. આપણે  એ જોવાનું કે આપણા હાથમાં શું છે ? ભાવ ની વધઘટ તો માંગ અને પુરવઠાને આધારે હોય એ કઈ થોડી આપણા હાથમાં છે ? આપણે તો એ વિચારવાનું છે કે એકર દીઠ વધુ ઉત્પાદન કેમ મળે ? છોડ દીઠ  વધુ ઉત્પાદન માટે વિશ્વમાં એક નવી પદ્ધતિ આવી છે. છોડમાં રહેલી આનુવંશીક તાકાત ને બહાર લાવવા એડવાન્સ એગ્રીકલ્ચર ટેકનોલોજી (એટીટી)નો ઉપયોગ થાય છે. આ પધ્ધતિ જ્યાં પિયત સગવડ છે ત્યાં ઉપયોગમાં લેવાય છે એટલે એમ કહોને કે ડ્રીપ ઈરીગેશનની સગવડતા છે ત્યાં આ પદ્ધતિ ઉપયોગમાં લાવી શકાય. આ પધ્ધતિમાં જમીનની તૈયારી બીજની પસંદગી, વાવણી પોષણ અને વ્યવસ્થા જ જરૂરી છે દા.ત.  મરચી ના ખેતરમાં વધુ ઉત્પાદન લેવા મરચીના એક ટન ઉત્પાદન લેવા માટે એક એકરમાંથી છોડ કેટલો નાઈટ્રોજન કેટલો ફોસ્ફેટ અને કેટલો પોટાશ ને શુક્ષ્મ તત્વો ઉપાડે છે તેનું ગણિત ગણવું પડે એટલે ઉપદ કેટલો છે તે ખબર પડે. (હા તેમાં જમીનનો પીએચને ધ્યાનમાં લેવો જરૂરી) જે પ્રમાણે ઉપાડ એટલું પોષણ આપો તેવું કરવું પડે. અમેરિકા - ઇઝરાયેલનાં ખેડૂતોને ખબર હોય છે કે ૧ ટન ટામેટા કે મરચી પકવવા કેટલું ખાતર જોઈએ. ટૂંકમાં છોડની જરૂરિયાત સમજવી એટલે એટીટી. 

@સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૭-૭+૨૦૧૮ 

Friday, July 6, 2018

વરસાદની રાહ જોતા રાજકોટ જીલ્લાના ખેડૂતો
Image result for rain water


આપણે જાણીએ છીએ કે આપણી ખેતીમાં પિયત પાણીનું ખુબ મહત્વ છે, પિયત માટે હવે ખેડૂતો પાવડે પાણી વાળવાનું બંધ કરી ડ્રીપ ઈરીગેશન અપનાવવું પડશે. આ વર્ષે વરસાદી વાદળો પણ સૌરાષ્ટ્ર તરફ મોડા પડ્યા છે તેવું આજનું વાતાવરણ છે. પર્યાવરણના બદલાવની અસરો આપણી ખેતીમાં દેખાઈ રહી છે. મોડી વાવણીમાં ખેડૂતોએ કપાસ, તલ, મગ, અડદ જેવા પાકોની ખેતી પસંદ કરી પડશે. રાજકોટ જીલ્લામાં પાક પસંદગી માટે આપણા પ્રદેશની ખેતીમાં થતી રંજાડ તમારી જમીનનો પ્રકાર, પિયતની સગવડતા અને આપણી કુનેહ ને ધ્યાનમાં રાખીને ખેતી કરવી જોઈએ તેવું જાણકારો કહે છે. @સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૭/૭/૨૦૧૮
કૃષિ વિજ્ઞાન ન્યુઝ

વરસાદના પાણીનો સંચય કરવો પડશે. વરસાદ વહેલો આવે કે મોડો પરંતુ પર્યાવરણના વિપરીત પરિણામો સામે વિજય મેળવવા પાણીના સંચય માટે સામુહિક આયોજન કરવું પડશે. સુરતના ઉદ્યોગપતિઓ આવે કે કોઈ આવીને કરશે તેવી આશા રાખ્યા વગર ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં,  અને ખેતરનું પાણી ખેતરમાં રહે તેવો સામુહિક પ્રયત્ન કરવો પડશે. 
બોરીબંધ બનાવો કે ખેત તલાવડી બનાવો કે જુના બોર ને રીચાર્જ કરો. વાદળાઓ આપણને કહી રહ્યા છે ઉપરથી વરસતા અમૃતમય નિરામય પાણીના બિંદુઓ સંચય કરી રાખજો. પાણીનો ઉપયોગ પણ ડ્રીપ દ્વારા કરીને ખેતી કરવી પડશે તેવું લાગી રહ્યું છે. 

@સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૦૬/૭/૨૦૧૮